બાકી પગાર અને બોનસ તાકીદે ન ચૂકવાઈ તો કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારીની 26મીથી હડતાલની ચીમકી ટંકારા : ટંકારા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા કર્મચારીઓએ બાકી પગાર અને બોનસ ચુકવવાની માંગ સાથે આજે ટંકારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને બાકી પગાર અને બોનસ ચુકવવાની યોગ્ય કાર્યવાહી ન થાય તો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ 26 તારીખથી કચેરી કામ પર અળગા રહેવાની ચીમકી આપી છે. એજન્સી દ્વારા હળાહળ અન્યાય કરતી હોવાની અનેક ફરિયાદ મહેકમ વિભાગ ધુતરાષ્ટ્ની ભૂમિકામા હોય તેવો ઘાટ સર્જાયો છે. ટંકારા મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા ઓપરેટરોનો બાકી પગાર જે નવ મહિનાથી લઈ કોઈના પાંચ મહિના તો કોઇના બે મહિના અને કોઈના ત્રણ મહિના સુધીના બાકી છે, વર્ષનુ બોનસ અને પી એફ પણ ચુકવવાનું બાકી છે. આ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓએ પોતાના બાકી પગાર અને પી એફ તથા બોનસ ચૂકવવા મામલે એજન્સીને વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતાં અંતે આજે આ કર્મચારીઓએ મામલતદારને આવેદન પાઠવી ન્યાય ન મળે તો આવતી કાલ 26 ડિસેમ્બરથી તમામ ઓપરેટરો કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ બનાવને પગલે કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણી ગ્રાહક સુરક્ષાના ગૌતમ વામજા વિદ્યાર્થી સંગઠનના બેચર ઘોડાસરા સહિતના નેતા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને કોન્ટ્રાકટ કર્મચારીઓની માગણીને સાંભળી તેનું સમર્થન કર્યું હતું મામલતદાર પંડ્યાએ અરજી ની જાણ મેકમ શાખા મોરબીને મોકલી આપેલ ધટતુ કરવા જણાવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ ભુપત ગોધાણીએ એજન્સીના સંચાલકનો ટેલીફોનિક સંપર્ક કરી કોન્ટ્રાક્ટરોની માંગણીઓ તાત્કાલિક પુરી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એજન્સી તેના કોન્ટ્રાક્ટ કર્મચારી સાથે હળાહળ અન્યાય કરી મલાઈ તારવી લેતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. અને અડધા વર્ષ સુધી પગાર કરતી નથી તો બોનસ કે પી એફમાં પણ મનમાની ચલાવે છે. જો કે અધિકારીના આશીર્વાદ હોવાની એજન્સીઓ મનમાની ચલાવતી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.