આદર્શમાતા કસોટીનો બીજો તબક્કો પૂર્ણ એક બહેન બંને પગે દિવ્યાંગ હોવા છતાં કસોટી આપી : અન્ય એક બહેન નિરક્ષર હોય રાઈટરની મદદથી પરીક્ષા આપી મોરબી : મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આજે આદર્શ માતા કસોટીનો બીજો તબબકો પરીપૂર્ણ થયો હતો. જેમાં ડો.સતિષભાઈ પેટલ લિખિત બાળ ઉછેર બે હાથમાં નામના પુસ્તક પરથી આર્દશ માતા કસોટીની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. કન્યા છાત્રાલય ખાતે યોજાયેલી આદર્શ માતા કસોટીમાં 1279 માતાઓએ આદર્શ માતા બનવા માટે આપી લેખીત કસોટી આપી હતી.સમગ્ર મોરબી જિલ્લામાં કોમનમેન ફાઉન્ડેશન મોરબી દ્વારા આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે બીજું ચરણ પૂર્ણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલી આદર્શ માતા કસોટીની ગુજરાત સરકારે નોંધ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રવૃત્તિને બિરદાવી છે એવી આ માતાઓને સો ટચનું સોનું બનાવતી આદર્શ માતાની લેખિત કસોટીનું આજે મોરબી જિલ્લામાં લેખિત કસોટી યોજાઈ હતી. જેમાં 1400 માતાઓના રજીસ્ટ્રેશન પૈકી 1279 માતાઓએ ખુબજ ઉત્સાહ સાથે લેખિત કસોટી આપી હતી. જેમાં ઉર્મિલા રાજુભાઈ ભૂત નામના એક બહેન બંને પગે દિવ્યાંગ હોવા છતાં કાંખઘોડીના સહારે ચાલતા હોવા છતાં અને લિરીબહેન હેમંતભાઈ સ્પેરા નિરક્ષર હોવા છતાં રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી. આમ કવિ બોટાદકરે ખરું જ કહ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મોરી માત જો.. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ. માં પોતાના બાળક માટે આદર્શ બનવા કંઈ પણ કરી શકે છે એ વાતને માતાઓએ સાબિત કરી બતાવી છે. સવારે 10થી 12 વાગ્યા સુધીમાં યોજાયેલ લેખિત પરીક્ષામાં બહેનોએ ઉત્સાહભેર પરીક્ષા આપી મોરબીમાં માતૃત્વને હિલોળે ચડાવ્યું હતું. આ કસોટીમાં ભાગ લેનાર માતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને આજની કસોટીમાં વિજેતા થયેલી 100 માતાઓની આગામી તા. 29ના રોજ કસોટી લેવાશે અને 100માંથી 11 માતાઓ વચ્ચે ફાઇનલ રાઉન્ડ યોજાશે. જેમાં હાલરડાં, બાળ વાર્તા અને બાળગીતો સહિતની કસોટીમાંથી વિજેતા થનાર ત્રણ માતાઓને પુરસ્કાર આપશે.