મોરબી : મોરબીના વાવડી રોડ પરથી વિદેશી દારૂની 6 બોટલો સાથે એક શખ્સ પકડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઈ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરાને ખાનગી રહે મળેલ બાતમીના આધારે રેડ પાડતાં મોહનભાઇ ગોવાભાઈ કણજારિયા (રહે. વાવડી રોડ, માંગરની વાડીમાં) પાસેથી પોતાના મકાનની બાજુમાં આવેલ પોતાના હવાલવાળી દુકાનમાં વેચાણ અર્થે ભારતીય બનાવટના વિદેશી દારૂ મેકડોવલ્સ નં. 1સુપરિયર વ્હિસ્કી ફોર સેલ ઈન હરિયાણા ઓન્લી 750 એમ.એલ.ની બોટલો નંગ 6, કી. રૂ. 1800 મળી આવેલ હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. તેમજ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.