વાંકાનેર : વાંકાનેરની પાટીયા સોસાયટીમાં આવેલ નર્મદેશ્વર મહાદેવના મંદિરે તારીખ 21/12/2019 થી તારીખ 29/4/2019 સુધી બપોરે 3:00 થી 7:00 સુધી શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કથાના વક્તા લાલા મહારાજ દેવમુરારી (ખજેલીવાલા) પોતાની આગવી શૈલીમાં સંગીત સાથે કથાનું અમૃત રસ કરાવશે. કથાની પોથીયાત્રા ગંગેશ્વર મહાદેવ મંદીરેથી કથા સ્થાન સુધી બહોળી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહજી ખાસ ઉપસ્થિત રહેલ. શ્રી રામચરિત માનસ કથામાં વાંકાનેરની ધર્મપ્રિય પ્રજાને પધારવા ખાસ નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.