મોરબી : પાટીદાર ધામ - મોરબી અને ઉમા ધામ સોલા - અમદાવાદ કે જે ઊંઝા ઉમિયા ધામથી સંચાલિત સંસ્થા છે, તેના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ક્લાસ ચાલુ થવા જઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે તા. 21 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 5 કલાકે પટેલ સમાજ વાડી, શકત શનાળા ખાતે એક સેમિનાર રાખેલ છે. જેમાં ભાગ લેવા માટે પાટીદાર વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સામાજિક અગ્રણીઓને પાટીદાર ધામ તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.