ટંકારા : ટંકારા ન્યાયાલયના પરીસરમા બાર ઍશોસીઍશનના નવા હોદેદારો નિમવા વકિલાત કરતા તમામ વકિલોની બેઠક મળી હતી.જેમા પ્રમુખ તરીકે ઍડવોકેટ પરેશ ટી. ઉજરીયા, ઉપપ઼મુખ તરીકે અતુલ ડી.ત્રિવેદી સહિતના હોદેદારોની સવાઁનુમતે વરણી કરવામા આવી હતી. તાજેતરમા ટંકારા તાલુકા મથકે આવેલ ન્યાયાલયના પરીસરમા વકિલાત કરતા તમામ વકિલોની બેઠક બાર ઍસોસિઍશનના હોદેદારો નિમવા માટે બેઠક મળી હતી.બેઠકમા બાર ઍસોશિયેશનના હોદેદારોની મુદત પૂણઁ થતા નવા વષઁના હોદેદારો નિમવા નકી થતા બારના પ઼મુખ તરીકે ઍડવોકેટ પરેશ ટી. ઉજરીયા અને ઉપ પ઼મુખ તરીકે અતુલ ડી. ત્રિવેદી ઉપરાંત, સેક્રેટરી તરીકે અમિતભાઇ જાનીની સવૉનુમતે વરણી કરવામા આવી હતી. જેમા,પ઼મુખ તરીકે વરાયેલ પરેશ ઉજરીયા બીજી વખત પ્રમુખ પદે નિયુકત થયા છે તેઑ બે વષઁ પૂર્વે સેવા બજાવી ચુકયા છે. બારની બેઠકમા પૂવૅ પ્રમુખઆર.જી.ભાગીયા, સંજયભાઈ ભાગીયા ઉપરાંત,નવી કારોબારીમા પિયુષ ભટાસણા, બદરૂદિન હાલા, હિરેન નિમાવત, અલ્પેશ દલસાણીયા,અરવિંદ છત્રોલા, બિપીન સોલંકી, રવિ લો, રાહુલ ડાંગર, મુકેશ બારૈયા,હિતેશ ભોરણીયા સહિતના કારોબારી સભ્ય નિમાયા હતા.ઉલ્લેખનિય છે કે,ટંકારા બાર ઍસોશિયેશન દર વખતે ચુંટણી વગર સવઁ સમંતિ સાધી હોદેદાર નિયુકત કરવાની ચાલુ કરેલ. આ પ્રણાલી આ વખતે પણ જાળવી રાખી હતી.