છેક સુધી રોમાંચક રહેલી ચૂંટણીમાં પરિણામ જાહેર : સેક્રેટરી પદે મહિધર દવે, જોઈન્ટ સેક્રેટરી પદે અલ્પેશ પારેખનો વિજય : તમામ નવા હોદેદારો ઉપર અભિનંદનવર્ષા મોરબી : મોરબી બાર એસો.ની ચૂંટણીમાં અત્યારે પરિણામ જાહેર થયા છે. જેમાં પ્રમુખ પદે દિલીપ અગેચણિયા, ઉપપ્રમુખ પદે અશોક સરડવા, સેક્રેટરી પદે મહિધર દવે, જોઈન્ટ સેક્રેટરી પદે અલ્પેશ પારેખ અને કારોબારી સભ્ય પદે કલ્પેશ શંખેસરિયા, ધવલ સેરસિયા અને યુવરાજસિંહ જાડેજાનો વિજય થયો છે. મોરબી બાર એસોસિએશનની આજે ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં 347માંથી 311 જેટલા વકીલોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીનો જંગ ભારે રસાકસી ભર્યો હતો. તમામ ઉમેદવારોએ ખેલદિલીથી આ ચૂંટણી લડી હતી. સાંજે જાહેર થનાર પરિણામ ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી હતી. અંતે અત્યારે સાંજના અરસામાં મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જોઈએ તો પ્રમુખ પદના ઉમેદવાર દિલીપભાઈ અંગેચણીયાને 157, ટી.બી. દોશીને 25, જે.આર.જાડેજાને 121 મત મળ્યા હતા. જેથી પ્રમુખ પદ માટે દિલીપભાઈ અગેચણિયા વિજેતા જાહેર થયા હતા. ઉપપ્રમુખ પદના ઉમેદવાર બી.ડી.જાડેજાને 38, બી.પી. કાચરોલાને 39, સી.વી. કંજારીયાને 53, એન.પી. પંડ્યાને 42, એસ.એમ. ખોખરને 40, અશોકભાઈ સરડવાને 88 મત મળ્યા હતા. જેથી અશોકભાઈ સરડવા વિજેતા જાહેર થયા હતા. જ્યારે સેક્રેટરી પદના ઉમેદવાર ભાવેશભાઈ ફૂલતરીયાને 13 , પી.ડી. માનસેતાને 37, વિજયકુમાર સેરસિયા 119 અને મહિધર દવેને 123 મત મળ્યા હતા. જેથી મહિધર દવે વિજેતા બન્યા હતા. જોઈન્ટ સેક્રેટરી પદબ ઉમેદવાર રવિભાઈ કારીયાને 40 , મુનિર ધોણીયાને 82 , ખુશ્બુબેન કોઠારીને 71 અને અલ્પેશભાઈ પારેખને 103 મત મળ્યા હતા. જેથી અલ્પેશભાઈ પારેખ વિજેતા થયા હતા. કારોબારી સભ્ય પદના ઉમેદવાર જયંતીલાલ સી. સેવરાને 142, યુવરાજસિંહ જાડેજાને 145, વજની વાઘેલાને 91, ધવલકુમાર સેરાશિયાને146 અને કલ્પેશ શંખેસરિયાને 163 મત મળ્યા હતા. જેથી યુવરાજસિંહ જાડેજા અને ધવલકુમાર સેરસિયા વિજેતા થયા હતા. ચૂંટાયેલા તમામ ઉમેદવારો ઉપર હાલ ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.