મોરબી : મોરબીના ટાઉન હોલમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો કાર્યક્રમ આગામી તા. ૨૩ ડિસેમ્બરના રોજ સાંજે ૭.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. રાજકોટની સંસ્થા તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાંસ, જે બહેનો દીકરીઓને ભરતનાટ્યમ નૃત્ય શીખવાડતી સંસ્થા છે. જેના ટ્રસ્ટી ગુરુ જીગ્નેશ સુરાણી અને એમના બહેન ક્રિષ્ના સુરાણી છે. જેની શાખાઓ સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં કાર્યરત છે. જેમાંની એક શાખા મોરબી શહેરમાં પણ છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે અને આ ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે ચાલતી એક સંસ્થા છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિનો લહાવો મોરબી નિવાસીઓ પણ લઈ શકે અને તેના પ્રત્યે જાગૃત થઈ શકે તથા જાણી શકે તે માટે વર્ષના અંતે આ સંસ્થા દ્વારા મોરબીમાં ટાઉન હોલ ખાતે આગામી તારીખ ૨૩ ડિસેમ્બરના રોજ સાંજે ૭.૦૦ કલાકે નૃત્યાંજલી - ૨૦૧૯ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આયોજકો દ્વારા રસિક જનતાને આપણી સંસ્કૃતિ ભરતનાટ્યમ ને જાણવા અને માણવા આવવા માટેનું નિમંત્રણ છે.