મોરબી : જેતપર રોડ સ્થિત એક સિરામિક ફેકટરીમાં લેબર કવાટરની છત ઉપરથી વહેલી સવારે પડી ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલા લીઝા સિરામિકના લેબર કવાટરમાં છત ઉપરથી પડી જવાથી સમુખાન સતારખાન (ઉમર ૪૦) નામના મજુર યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.