મોરબી : મોઢ વણિક જ્ઞાતિની મોઢ મહોદય સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ શાહ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પરીખ, મંત્રી દીપકભાઈ ધોળકિયાની આગેવાનીમાં મહાબલેશ્વર ખાતે આગામી તા. 4 તથા 5 જાન્યુઆરીના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઓલ ઇન્ડિયાના મોઢ વણિક સમાજના જ્ઞાતિ મંડળમાંથી નિયુક્ત કરેલ એડ હોક કમિટી મેમ્બર તથા મોઢ મહોદય સંસ્થાના કમિટી મેમ્બરો કપલ સાથે ભાગ લેશે. અંદાજિત 140 સભ્યો આ મિટિંગમાં ભાગ લેશે. મિટિંગમાં જ્ઞાતિ વિકાસ, શૈક્ષણિક, મેડિકલ, રોજગારી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે. મોરબીથી મોઢ વણિક મહાજનના સેક્રેટરી હરેશભાઇ પારેખ તથા સમાજના સેવાભાવી વિમલભાઈ ગાંધી ભાગ લેશે. તેમ વિમલભાઈએ યાદીમાં જણાવેલ છે.