મોરબી : મોરબી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવતીકાલે જિલ્લા સેવા સદન ખાતે બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજાનાર છે. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા, છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરવી, એસ.પી.એલ રજા અન્ય જિલ્લાની જેમ મંજુર કરવી, દસ વર્ષના બોન્ડ નાબૂદ કરવા, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને અલગ ગ્રેડેશન આપવા સહિતની માંગ ઉઠાવવામાં આવી છે.