મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લીલાપર રોડ પરથી સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે. મોરબીના પટેલનગર કુશ એપાર્ટમેન્ટમાં રહેતા યુવક પીયુષભાઇ રામજીભાઇ ભાલોડીયાનું ગત તા. 29 નવેમ્બરના રોજ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં .GJ-10.CR-1359 લીલાપર કેનાલ રોડ પર આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટ પાસેથી ચોરી થઇ ગયેલ હતું. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નવેમ્બરમાં ચોરાયેલા બાઇકની ફરિયાદ અત્યારે નોંધતા એવું અનુમાન છે કે ટુક સમયમાં ચોરાવ બાઈક સાથે બાઈક ચોર પોલીસના હાથે લાગે તો નવાઈ નહિ.