મોરબી : મોરબી નિવાસી અને હાલ સરકારી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કોલેજ તાલાલા (ગીર)માં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા સંજય કરમણભાઈ ચાવડા (GES)એ 'સમકાલીન હિન્દી મહિલા કહાનીકારો કી કહાનીઓ મેં નારી' વિષય પર મહાશોધ નિબંધ ડો. દીપ્તિબેન પરમારનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.