મોરબી : મોરબી તાલુકાના કેરાળી ગામની સીમમાંથી એક ઈસમને ગેરકાયદેસર બે બંદૂક સાથે એસ.ઓ.જી.-મોરબીએ પકડી પાડ્યો હતો. મોરબી તાલુકાના કેરાળી ગામની સીમમાં આરોપી ગફાર સીલેમાનભાઈ મોરી (ઉ.વ. 40, ધંધો ખેત મજૂરી રહે. હાલ કેરાળી ગામની સીમ, ટીનુભા દરબારની વાડીમાં, તા.જી. મોરબી, મૂળ રહે ટીનમસ, તા. વંથલી, જી. જુનાગઢ વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૨ કી. રૂ. 3000 સાથે પકડી પાડી આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.આ કામગીરીમાં એસ. ઓ. જી. - મોરબીના પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. આલ તથા સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, ભરતસિંહ ડાભી, રમેશભાઈ રબારી, સતિષભાઈ ગરચર સહીતની ટીમે કરેલ છે. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુનામાં પકડાઇ ચુક્યો છે.