મોરબી : હવે શિયાળાએ ધીરે-ધીરે જોર પકડ્યું છે. લોકો ઠંડીથી બચવા સ્વેટર, શાલ કે ધાબળાનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ સમાજમાં એક એવો પણ વર્ગ છે, જેમની પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી ત્યારે ગરમ કપડાં તો ક્યાંથી હોય? આવા જરૂરિયાતમંદ લોકો માટે ઘણી સંસ્થાઓ કે સેવાભાવી લોકો દ્વારા ગરમ કપડાં કે ધાબળાનું વિતરણ કરવામાં આવે છે, જેથી તેઓને ઠંડીમાં હૂંફ મળી રહે.એવા જ એક સેવાભાવી સ્વભાવ ધરાવતા ખાખરાળાંના રહેવાસી કાનાભાઇ બોરીચાએ 36 વર્ષ પૂર્ણ કરી 37 વર્ષમાં મંગલમય પ્રવેશે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે ખાખરાળાંના વાડી વિસ્તારમાં રહેતા મજુર વર્ગના બાળકોને સ્વેટર, કોટ જેવા ગરમ કાપડાઓનું વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ તકે ગરીબ બાળકોના ચહેરા પર આવેલું સ્મિત જ તેના માટે રિટર્ન ગિફ્ટ સમાન હતું.