મોરબી : સામાન્ય રીતે, લોકો લગ્ન બાદ ઉજવણી માટે ફાલતુ ખર્ચ કરતા હોય છે. ત્યારે મોરબીના એક નવદંપતીએ પર્યાવરણના જતન અર્થે વૃક્ષારોપણ કરી સમાજને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ પંચમુખી આશ્રમના પ્રમુખ પ્રદીપસિંહ ઝાલાના પુત્રના તાજેતરમાં લગ્ન લેવાયા હતા. આ તકે નવદંપતી દ્વારા આશરે 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરી દામ્પત્ય જીવનની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પંચમુખી આશ્રમના પ્રમુખ પ્રદીપસિંહ ઝાલા હંમેશા સેવાભાવી કાર્યોમાં અગ્રેસર રહે છે.