મોરબી : મૂળ નેસડા ગામના હાલ મોરબી રહેતા સીરામીક વ્યવસાયીએ પોતાના ઘેર બીજી પુત્રીનો જન્મ થતા હર્ષભેર દીકરીના વધામણાં કર્યા હતા. મૂળ નેસડા ગામના અને હાલ મોરબી સ્થાઈ થયેલા ભાડજા પરિવારના કન્વીનર પ્રકાશભાઈ કાનજીભાઈ ભાડજાના પત્ની દિવ્યાબેનની કુંખે પુત્રીનો જન્મ થતા ભાડજા પરિવારે ફૂલોથી ઘર શણગારી પુત્રી જન્મને હર્ષભેર વધાવ્યો હતો. દંપતીનું પ્રથમ સંતાન પુત્રી જ છે. જ્યારે બીજા સંતાનના સ્વરૂપમાં પણ પુત્રી રત્ન પ્રાપ્ત થતા પરિવારે ખૂબ ઉમળકાભેર પુત્રી જન્મના વધામણાં કરી સાક્ષાત લક્ષ્મીજી ઘેર પધાર્યા હોવાનો અહેસાસ કર્યો હતો.