ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલ દેવદયા માઘ્યમિક શાળમાં ધો.-9 અને 10ના વિદ્યાર્થીઓને ગણિત ક્વિઝ દ્વારા સૂત્રોનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રમતા રમતા ગણિત શીખે, ગણિત સરળ લાગે તેમજ ભવિષ્યમાં GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રશ્નો પુછાય તેનો ખ્યાલ આવે તે માટે ગણિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણિત ક્વિઝમાં ધો-9 અને 10ના સૂત્રો, ધો-1થી 8માં આવેલ પાયાના પ્રશ્નો, અંકગણિત, સિરીઝ, લોજિક, ચિત્રાત્મક, કુટપ્રશ્નો જેવા બીજા પ્રશ્નોને સાંકળી લેવામાં આવેલ હતા. જેથી, વિદ્યાર્થીઓને જુદા-જુદા પ્રશ્નો અને તેના ઉકેલની જાણકારી મળે. સમગ્ર ક્વિઝ પ્રોજેક્ટર પર રમાડવામાં આવી હતી. જેમાં કોન બનેગા કરોડપતિની જેમ લાઈફ લાઈન પણ આપવામાં આવી હતી. વિધાર્થીઓને દરેક પ્રશ્ન પર સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી અને દરેક સ્પર્ધકને ઇનામ આપી પોત્સાહીત કરવામાં આવ્યા હતા. સમગ્ર ક્વિઝમાં શાળાના આચાર્ય એન. આર. ભાડજા, સાયન્સ શિક્ષક ભુદરભાઈ વામજા અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને ઈનામો આપી પોત્સાહીત કર્યા હતા અને વિજેતા ટીમને અભિનંદન આપ્યા હતા.