મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ ગાયત્રી પ્રેરણા મંદિરમાં ગાયત્રી માતાજીના એકવીસમાં પાટોત્સવના અવસરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, વિરપર (મચ્છુ) દ્વારા દ્વીદશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 30 જાન્યુઆરી, 2020ના રોજ વસંત પંચમીના દિવસે રાખવામાં આવેલ છે. દ્વીદશાબ્દિ મહોત્સવ અંતર્ગત 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સમૂહ યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટે તથા યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કરનાર બટુકોને ભાટ આપવા માટે ટ્રસ્ટનો સંપર્ક કરવાનો રહેશે. આ તકે ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.