9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા : સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે ચાર-ચાર તેમજ એક્ઝિક્યુટિવ મેમ્બર્સ માટે પાંચ ઉમેદવારી મોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જેથી હવે પ્રમુખ પદ માટે 3 , ઉપપ્રમુખ પદ માટે 6, સેક્રેટરી માટે 4, જોઈન્ટ સેક્રેટરી માટે 4 અને એક્ઝિક્યુટિવ મેમ્બર્સ માટે 5 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મોરબી બાર એસોસિએશનની આગામી તા. 21ના રોજ ચૂંટણી છે. જેમાં ગત સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે પ્રમુખ પદની ઉમેદવારીમાં દિલીપભાઈ અંગેચણીયા, તેજશકુમાર દોશી અને જીતેન્દ્રસિંહ જાડેજા રહ્યા છે. ઉપપ્રમુખ પદ માટે ભુપેન્દ્રસિંહ જાડેજા, શાબાનાબેન ખોખર, અશોકકુમાર સરડવા, નિશિથભાઈ પંડ્યા, ચિરાગ કંઝારીયા અને બળદેવ કાચરોલા રહ્યા છે. જ્યારે સેક્રેટરી પદના ઉમેદવાર ભાવેશભાઈ ફૂલતરીયા, પી.ડી. માનસેતા, વિજયકુમાર સેરસિયા અને મહિધર દવે તેમજ જોઈન્ટ સેક્રેટરી પદ માટે રવિ કારીયા, મુનિર ધોણીયા, ખુશ્બુ કોઠારી, અલ્પેશ પારેખ તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પદે જયંતીલાલ સી. સેવરા, ઉદયસિંહ જાડેજા, વજની વાઘેલા, ધવલકુમાર સેરાશિયા અને કલ્પેશ શંખેસરિયાની ઉમેદવારી રહી છે.