અગાઉ ચેપ્ટર કેસ કર્યાનો ખાર રાખીને બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતાં અને વાંકાનેરમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતાં ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઇ કડીવાર ઉપર તેના જ ગામના બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેઓને ઇજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં . વાંકાનેરના ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ કડીવારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લીંબાળા ગામના કાનો છેલાભાઇ કાટોળીયા અને મનીષ ઉર્ફે મુન્નો છેલાભાઇ કાટોળીયા સામે ફરીયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલાં ફરીયાદીનો ભાઈ જુબેર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે મનિષ ઉર્ફે મુન્નો કાટોળીયા બાઈકમાં કળબનો ભારો લઈને સામેથી આવતો હતો અને તેનું બાઇક જુબેરને સાથે અથડાતાં પોલીસમાં અરજી કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા તેમના પર ચેપ્ટર કેસ કરી કાર્યવાહી કરેલ જેનો ખાર રાખીને બન્ને આરોપીઓએ લાલપર ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે ફરિયાદી બાઈકમાં જતા હતાં ત્યારે આરોપીઓ રીક્ષામાં આવી ફરિયાદી પર આરોપીએ હાથમાં પહેરેલ કળું અથવા લાકડાનું બડીકું જમણાં ગાલ પર મારી બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ પર આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.