મોરબી : રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ દ્વારા રાજકોટ-મોરબી વચ્ચે ચાલતી બે ડેમુ ટ્રેનો આજે તા. 10 ડિસેમ્બરના રોજ આંશિક રીતે રદ કરી હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ આજના દિવસ માટે વાંકાનેરથી શરુ થતી વાંકાનેર-મોરબી-રાજકોટ વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન નં. 79445ને મોરબી-રાજકોટ માટે આંશિક રીતે રદ કરવામાં આવેલ છે. તેમજ આવતીકાલે રાજકોટથી ઉપડતી રાજકોટ-મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન નં. 79454ને રાજકોટ-મોરબી માટે આંશિક રીતે રદ કરવામાં આવેલ છે.