મોરબી : રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ-૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું છે.આ કલા મહાકુંભનું રજીસ્ટ્રેશન તા. ૩૧/૧૨/૨૦૧૯ સુધી કરવામાં આવશે. ગાયન, વાદન, નૃત્ય, અભિનય જેવા વિભાગોમાં ૨૯ જેટલી સ્પર્ધાઓ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ, ૬૦ વર્ષથી ઉપર એમ અલગ અલગ વયજૂથ મુજબ તાલુકા કક્ષાથી જીલ્લા કક્ષા સુધી યોજાનાર છે. મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના કન્વીનર હિતેશભાઈ વરમોરા – (શ્રી નકલંક ગુરુકુળ)-૯૯૧૩૦૫૦૭૪૦, ટંકારા તાલુકાના કન્વીનર નિરવભાઈ રાવળ(નાલંદા વિદ્યાલય) ૯૬૬૨૬૦૭૭૦૬, વાંકાનેર તાલુકાના કન્વીનર અશોકભાઈ પટેલ (શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ)-૯૪૨૭૧૬૪૦૪૭, માળિયા મિયાણા તાલુકાના કન્વીનર હિતેશભાઈ વરમોરા – ૯૯૧૩૦૫૦૭૪૦નો સમાવેશ કરવામાં આવ્યો છે.કલા મહાકુંભની અરજી મોરબી- જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ અથવા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ પરથી નિયત નમુનામાં પ્રવેશપત્ર મેળવી તા.૩૧-૧૨-૨૦૧૯ સુધીમાં પરત જમા કરાવી જવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોરબી દ્વારા જણાવાયું છે.