મોરબી : સામાજિક, શૈક્ષણિક, રચનાત્મક અને સંગઠનાત્મક ક્ષેત્રે 'હું' નહીં 'આપણે'ની વિભાવના ચરિતાર્થ કરતી મોરબી પાટીદાર શિક્ષક સમાજની સાતમી ચિંતન બેઠક નૂતન વર્ષની શુભેચ્છા સાથે તા.7 ડિસેમ્બરના રોજ શ્રી રવાપર તાલુકા શાળા ખાતે મળી હતી. આ બેઠક દર બીજા માસના પ્રથમ શનિવારે નિયમિત પણે મળતી રહે છે. સાતમી ચિંતન બેઠકમાં ખૂબજ બહોળી સંખ્યામાં તાલુકાના પાટીદાર પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા અને સામાજિક વિકાસ અને રચનાત્મકતા માટે સંકલ્પીત થયા હતા. આ બેઠકમાં શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો કોટડીયા સાહેબ, આર.જી.બાવરવા, ડૉ. ભાવેશ જેતપરિયા, જાવિયા સાહેબ, સવજીભાઈ અઘારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા સામાજિક સમરસતા અને ફોરમ વિકાસ માટે આહવાન કરવામાં આવ્યું હતુ. પાટીદાર ધામના કિરીટભાઈ દેકાવડીયાએ પાટીદાર સામાજિક સંસ્થાઓના માધ્યમ થકી વિકાસ તેમજ પાટીદાર ગૌરવ એવા આદરણીય ગોવિંદભાઇ વરમોરાનો સત્કાર સમારોહ, ઊંઝા મુકામે આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ, જિલ્લા અને રાજ્ય કક્ષાનું પાટીદાર અધિકારી કર્મચારી સ્નેહમિલન કાર્યક્રમ બાબતે પોતાનું વક્તવ્ય આપ્યું હતુ. પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટના મંત્રી અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન માન. શિવલાલભાઈ ઓગાણજાએ સૌને આશીર્વાદ સાથે પ્રેરણા પૂરી પાડી હતી. આ બેઠકમાં ઉપસ્થિત સહુ પાટીદાર શિક્ષક મિત્રોએ મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિમાં પોતાનું આર્થિક યોગદાન સહ દાન અર્પિત કર્યું હતુ. આ તકે મોરબીના જાણીતા એવા 'આત્મીય ' કમ્પ્યૂટર અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વિજયભાઈ જાકાસણીયા તરફથી તાલુકાની 40 શાળાઓને આકર્ષક દીવાલ ઘડિયાળ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમના દ્વારા કમ્પ્યૂટર કોર્ષ, ટૂર્સ, એલ.ટી.સી.અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબીના જાણીતા શિક્ષણ અગ્રણી મહેશભાઈ સાદરિયા દ્વારા હળવી શૈલીમાં સાહિત્ય સભર શૈક્ષણિક મોટિવેશન રજુ કરાયું હતુ. પાટીદાર કલબના અશ્વિનભાઈ એરણિયા અને જીજ્ઞેશ ભાઈ રાબડીયા દ્વારા કલબના આર્થિક ભંડોળ વિશે જાણકારી આપવામાં આવી હતી. વધુમાં આ બેઠકના સ્વરૂચી ભોજનના દાતા માવજીભાઈ દેસાઈ સાહેબનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ચિંતન બેઠક સંદીપ આદ્રોજાના આયોજન અને માર્ગદર્શન તળે ખૂબજ સફળ રહી હતી. રવાપર તાલુકા શાળાના હિરેનભાઈ ધોરીયાણી, મુકેશભાઈ બરાસરાએ સુચારૂ વ્યવસ્થા પૂરી પાડી હતી. આ ચિંતન બેઠકનું આભાર દર્શન પાટીદાર શિક્ષક સમાજનું ગૌરવ એવા રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક હર્ષદ મારવાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ચિંતન બેઠકનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા દ્વારા થયુ હતુ. શ્રી મોરબી પાટીદાર શિક્ષક સમાજની આઠમી ચિંતન બેઠક આગામી ફેબ્રુઆરી માસના પ્રથમ શનિવારે મળશે તેવું યાદીના અંતમાં જણાવવામાં આવ્યું છે.