મોરબી : મોરબીમાં આવેલ એમ. જે. ડાન્સ ક્લાસીસના યુવા કોરિયોગ્રાફર દર્શ પંડ્યા ફરી એકવાર ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ચેમ્પિયનશિપ States of Danceમાં પસંદગી પામ્યા છે. આ સ્પર્ધા ઉત્તરાખંડના દહેરાદુન ખાતે યોજાશે. જેમાં દર્શ પંડ્યા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જે માટે તેઓએ મોરબીનુ નામ રોશન કર્યું છે. તેમજ હવે તેઓ દહેરાદૂન ખાતે ગુજરાતનું નામ ચમકાવશે. આ તકે તેઓને પરિવારજનો તથા મિત્રવર્તુળ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ આ અગાઉ પણ રાષ્ટ્રીય કક્ષાની ડાન્સ સ્પર્ધાઓ તથા રિયાલિટી શો જેવા કે ડાન્સ ડ્રીમ, ઇન્ડિયન ડાન્સ આઇડલ, સ્ટાર ઓફ ગુજરાત, લફઝો કા ટશનમાં ભાગ લઇ વિજેતા ઘોષિત થઇ ચુક્યા છે.