મોરબી : આજે ૯મી ડીસેમ્બર ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઇન્ટરનેશનલ એન્ટીકરપ્શન ડે નિમિત્તે ACB પોલીસ સ્ટેશન દ્વારા આજે મોરબીમાં પી. જી. પટેલ કોમર્સ કોલેજ ખાતે સવારે 7-30થી 10 વાગ્યા સુધી લોક જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 300થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો. રવીન્દ્રભાઈ ભટ્ટ તથા પ્રોફેસરો, મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ સેલના એડવોકેટ ધર્મેન્દ્દ્રભાઈ બારૈયા, માહિતી ખાતાના ભરતભાઈ ફૂલતરીયા સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એન્ટીકરપ્શન બ્યુરાના માળખા અને ACBની કાર્યરીતી સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભષ્ટ્રાચારની પ્રવૃત્તિઓ બાબતે ફરિયાદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ભષ્ટ્રાચાર અંગેના જરૂરી સૂચનો અંગે પેમ્પલેટ વિતરણ તથા બેનર પ્રદર્શન કરવામા આવેલ હતા. તેમજ બ્યુરો દ્વારા નિયત કરેલ ભષ્ટ્રાચાર અંગેનું ગીત ગાન કરવામાં આવેલ હતું. તથા ભષ્ટ્રાચાર નાબુદી અંગે ઉપસ્થિત તમામ લોકોએ શપથ લીધા હતા.