મોરબી : આજે તા. ૦૭/૧૨/૨૦૧૯ના રોજ મોરબી તાલુકાના આમરણ ખાતે આવેલી શ્રી વિવેકાનંદ વિદ્યાલય ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ- ૬ થી ૯ ના સુધીના કુલ ૩૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ વ્યસન અંગે ખુબ જ સરસ વક્તવ્ય આંકડાકીય માહિતી સાથે આપ્યું હતું. જેમાં પ્રથમ નંબર ડાંગર રીયા વિજયભાઈ , દ્વિતિય નંબર કાસુન્દ્રા કાવ્યા અરવિંદભાઈ અને તૃતીય નંબર માખેલા દુર્વીશા કાનજીભાઈએ મેળવ્યા હતા. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના અન્ય વિધાર્થીઓ દ્વારા વ્યસન અંગે ગીત, ડ્રામા, ગરબા જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા વ્યસન મુકિત અંગે સંદેશો આપવામાં આવ્યો હતો અને શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના મેનેજીંગ ડાયરેક્ટર પ્રકાશ સાહેબ દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ. સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.