મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરના ઈન્દીરાનગર વિસ્તારના સ્વસહાય જૂથના 30 બહેનો સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે સદ્ધર થઇ શકે તે માટે દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ સંચાલિત તથા NABARDના અનુદાનથી તા. 2 ડિસેમ્બરના રોજ રેડી મેઇડ ગારમેન્ટ તાલીમ વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ વરગુ આયોજન તા. 2 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર એટલે કે 15 દિવસ સુધી કરવામાં આવ્યું છે. આ તાલિમ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે બેન્ક ઓફિસર સાહેબ, નિવૃત SBI બેન્ક મેનેજર સંઘવી સાહેબ, મિશન મંગલમના જીગ્નેશભાઈ બોઘરા સંસ્થાના મંત્રી બાબુભાઇ ગામી, પ્રોજેક્ટ મેનેજર ધનજીભાઈ બાવરવા, સંસ્થાના શહેર આજીવિકા કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર પરેશભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વસહાય જૂથના તાલીમાર્થી બહેનોને ભાગ લેવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ તાલીમ બાદ બિઝનેસ શરુ કરવાની પ્રક્રિયા તથા યોજનના લાભો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.