સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ, સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ મોરબી : મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 5, ઉપપ્રમુખ પદ માટે 11, સેક્રેટરી માટે 4, જોઈન્ટ સેક્રેટરી માટે 5 અને કારોબારી સભ્ય માટે 6 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. હવે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાનું છે. મોરબી બાર એસોસિએશનની આગામી તા. 21ના રોજ ચૂંટણી છે. ગઈકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેમાં પ્રમુખ પદ માટે જયરાજસિંહ રાઠોડ, દિલીપભાઈ અંગેચણીયા, પી.ડી.માનસેતા, તેજશકુમાર દોશી અને જીતેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. ઉપપ્રમુખ પદ માટે યતીનકુમાર દવે, રજાકમિયા બુખારી, ભુપેન્દ્રસિંહ જાડેજા, શાબાનાબેન ખોખર, પી.ડી.માનસેતા, વિજયકુમાર સેરસિયા, જયંતીલાલ સેવરા, અશોકકુમાર સરડવા, નિશિથભાઈ પંડ્યા, ચિરાગ કંઝારીયા અને બળદેવ કાચરોલાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સેક્રેટરી પદ માટે ભાવેશભાઈ ફૂલતરીયા, પી.ડી. માનસેતા, વિજયકુમાર સેરસિયા અને મહિપર દવે તેમજ જોઈન્ટ સેક્રેટરી પદ માટે રવિ કારીયા, અમીન ડાભી, મુનિર ધોણીયા, ખુશ્બુ કોઠારી, અલ્પેશ પારેખ તથા કારોબારી સભ્ય પદે જયંતીલાલ સી. સેવરા, ઉદયસિંહ જાડેજા, વજની વાઘેલા, ધવલકુમાર સેરાશિયા, ખુશ્બુ કોઠારી અને કલ્પેશ શંખેસરિયાએ ઉમેદવારી નોંધાવી છે. હવે આગામી સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.