મોરબી : મોરબીની ગીતાંજલિ વિદ્યાલયમાં આજે ગીતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માતા સરસ્વતીની તસ્વીર પાસે શ્રીમદ ભગવદ ગીતાના પુસ્તકો ગોઠવીને આજુબાજુ દીવાઓની હારમાળા સર્જીને ગીતા પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ ગીતા વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા અને ગીતાના શ્લોકોના પાઠ કર્યા હતા.