શ્રમિક પરિવારની સગીર બાળાને એમ.પી.નો શખ્સ ભગાડી ગયો

- text


વાંકાનેર : સગીર બાળાઓ અને યુવતીઓ પર દેશમાં દુષ્કર્મના વધતા જતા બનાવોને લઈને લોક આક્રોશ ભભૂકી રહ્યો છે ત્યારે વાંકાનેરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 વર્ષ 3 મહિનાની સગીર બાળકીને એમ.પી.નો એક શખ્સ લલચાવી-ફોસલાવી દુષ્કર્મ આચરવાના ઇરાદે ભગાડી જતા વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ સ્થિત આવેલ સીલોન સીરામીકમાં રહી મજૂરી કામ કરે છે. પરિવારની 10 વર્ષ 3 મહિના અને 24 દિવસની ઉંમરની બાળાને મૂળ મધ્યપ્રદેશનો જ રહેવાસી મહેશ મુન્નાભાઈ આદિવાસી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ બાળાના પિતાએ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં લખાવતા પોલીસે બાળાને ભગાડી જનાર આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બાળા સહિત આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ સર્કલ પો.ઇન્સ. વી.ડી.બ્રહ્મભટ્ટ ચલાવી રહ્યા છે.

- text