મોરબી : મોરબી જિલ્લામાં વસતા તમામ પૂર્વ સૈનિકો તેમજ વીરગતિ પામેલા સૈનિકોના ધર્મપત્નિઓના સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આગામી તારીખ ૨૨/૧૨/૨૦૧૯ ના રોજ રવિવારે સવારે ૦8 કલાકથી બપોરના 03 કલાક સુધી આહિર સમાજની વાડી, નવલખી રેલ્વે ક્રોસીંગ, યોગી સ્કૂલ પાસે, મોરબી મધ્યે આયોજન કરાયું છે. આ સંમેલનમાં મોરબી જિલ્લામાં તમામ પૂર્વ સૈનિકો તેમજ વીરગતિ પામેલા સૈનિકોનાં ધર્મપત્નિઓએ પોતાના ઓળખપત્ર સહિત ઉપરોક્ત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટની અખબારી યાદીમાં જણાવાયું છે.