વગર વરસાદે ઉમિયા સર્કલ પાસે પાણીના તલાવડા ભરાયા

- text


મોરબી : મોરબીમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાનો અંત નથી આવ્યો ત્યાં પાણીની પાઇપ લાઈન તૂટવાની સમસ્યા સામે આવી છે.

શહેરના ઉમિયા સર્કલ, સંકેત ઈન્ડિયાની બાજુમા પાણીની લાઈન ટૂટી જવાથી અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યા હોવાના ફોટા તેમજ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સ્થળે પાણીની પાઈપ લાઈન તૂટી જવાથી ખૂબ જ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં તંત્ર હરકતમાં આવવાના બદલે નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી થઈ રહી છે.

- text

ઉપરોક્ત સ્થળે વેડફાતા પાણીને કારણે રોડ-રસ્તાને પણ વ્યાપક નુકશાન થયું છે. વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાના દિવસોમાં પાણી માટે વલખા મારતા લોકો હાલ પાણીનો આ વેડફાટ જોઈ જીવ બાળી રહ્યા છે અને જવાબદાર તંત્ર આ અંગે ત્વરિત કામગીરી કરે એવી માંગ કરી રહ્યા છે.

- text