- text
જરૂરી પરવાનગી લીધેલી સંસ્થા, લગ્નનો વરઘોડો, સ્મશાન યાત્રા, ગૃહ રક્ષક દળના વ્યક્તિ અને નોકરી-રોજગાર અર્થે એકઠા થયેલા લોકોને છૂટ
મોરબી : મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવો ન બને એ માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 31/12/2019 સુધી હથિયારબંધી ફરમાવી છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈ પણ હથિયાર જેવા કે તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા અન્ય હથિયારો કે જેના વડે શારીરિક ઇજા થઈ શકે, તે સાથે રાખી ફરવા ઉપર, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી તમામ વસ્તુઓ, ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા ઉપર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાના કાર્યક્રમો, જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.
- text
આ ઉપરાંત ચાર વ્યકિતને ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 31/12/2019 સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે.
- text