મોરબી : રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા રાષ્ટ્ર નિર્માણ તથા સમાજ કલ્યાણની ઉત્કૃષ્ટ કામગીરી માટે ૧૫થી ૨૯ વર્ષની વયજૂથમાં આવતા યુવક તથા યુવતીઓને “ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ” આપવામાં આવનાર છે. જે અંતર્ગત અરજીઓ તા.૧૦/૧૨/૨૦૧૯ સુધીમાં સ્વીકારવામાં આવશે. અરજી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ અથવા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ ખાતે જમા કરાવી જવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.