મોરબી : મોરબી નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાંથી સગીરાને એક શખ્સ ભગાડી ગયાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલ સીરામીક ફેકટરીમાંથી સગીરાને મનોજ કલુરામ સુર્યવંશી રહે-બેરસીયા,નરસીંહગઢ રાજગઢ (એમ.પી) વાળો ગત તા.3 ના રોજ.લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.આ બનાવની સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.