કુદરતી સૌંદર્ય પ્રદાન કરતા આ વર્કશોપનુ આયોજન મોરબીના ડો. જયેશ સનારીયા તથા જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા દ્વારા કરાયું મોરબી : આધુનિક સમયમા પ્રદુષણનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેની ગંભીર અસરો માનવીના સ્વાસ્થ્ય પર પડી રહી છે. પ્રદુષણ તથા સૂર્યદેવના પ્રકોપને કારણે માનવીના ચહેરાની સુંદરતા તથા ચમક દુર થઈ રહી છે. ચહેરાને કાળાશનુ ગ્રહણ લાગી રહ્યુ છે. ઘણા લોકોને ચહેરા પર જન્મજાત ડાઘ, તલ, લાખ, દાઝના ડાઘ તેમજ અકસ્માતના લીધે થતા ડાઘ પણ જોવા મળે છે. આ બધી જ સમસ્યાઓથી છુટકારો આપતી અને ચહેરા પરની કાળાશ દુર કરતી ક્યુ સ્વીચ લેસર ટેકનોલોજી અંગે વર્કશોપ મોરબીની ખ્યાતનામ સ્પર્શ કિલનીક એપલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તેની કોઈ આડઅસર થતી નથી. વર્કશોપનુ આયોજન મોરબીના ખ્યાતનામ ડો. જયેશ સનારીયા તથા જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા દ્વારા કરવામા આવ્યુ હતુ. મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ તકે ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ હતુ કે આજના ઘણા યુવાનો પોતાના ચહેરાની સમસ્યાઓના લીધે માનસિક યાતનાઓ ભોગવતા હોય છે, તેમની હતાશાનુ એક કારણ ચહેરાની સુંદરતાનો અભાવ છે, તે દરેક લોકો માટે આ ટેેકનોલોજી આશિર્વાદ સમાન બની રહેશે. આ વર્કશોપમા સુરતના ડો. યોગેશ ભીંગરાડીયા તથા ડો. મહેશ પટેલ, રાજકોટના ડો. ભાવેશ દેવાણી, પાટણના ડો. ધનંજય પ્રજાપતિ, જુનાગઢના ડો. પિયુષ બોરખતરીયા, મોરબીના ડો. જયેશ સનારીયા એ ચહેરાને સુંદરતા બક્ષતી, ચહેરા પરની કાળાશ તથા ડાઘ દુર કરતી ક્યુ લેસર ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ તકે સમગ્ર ગુજરાતના ખ્યાતનામ ચર્મરોગના નિષ્ણાંત તબિબો હાજર રહ્યા હતા. તે ઉપરાંત ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન મોરબી બ્રાંચના પ્રમુખ ડો. જયેશ પનારા તથા સેક્રેટરી ડો. ચિરાગ અઘારા ઉપરાંત એપલ હોસ્પીટલના ડોક્ટર્સ તેમજ સ્ટાફ મિત્રો, પિરામિડ લેસરના ડાયરેક્ટર રાકેશ ભાઈ સહીતના મહાનુભવોએ ઉપસ્થિત રહી પોતાનુ યોગદાન આપ્યુ હતુ. ઈન્ડીયન મેડીકલ એસોશિયેન-મોરબી બ્રાંચના પ્રમુખ ડો. જયેશ પનારાએ જણાવ્યુ હતુ કે તન તથા ચહેરાની સુંદરતા માટે આહાર તેમજ જીવનશૈલી જવાબદાર પરિબળ છે. માટે તન-મનની તંદુરસ્તી તેમજ સુંદરતા માટે સમતોલ તેમજ પૌષ્ટીક આહાર ઉપરાંત યોગ પ્રાણાયામ તરફ અભિમુખ થવા બાબતે ભાર મુક્યો હતો. આ વર્કશોપમા બહોળી સંખ્યામા દર્દીઓ પર સફળતાપૂર્વક નિ:શુલ્ક પરિક્ષણ પણ કરવામા આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા છેલ્લા ૧૨ વર્ષથી ચર્મરોગના નિષ્ણાંત તરીકે સેવા આપતા ડો. જયેશ સનારીયાની સ્પર્શ કિલનીકને વર્ષ ૨૦૧૫-૧૬મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા બેસ્ટ ક્લીનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮મા સમગ્ર ગુજરાત રાજ્યમા બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮મા મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશન એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો. તે ઉપરાંત, મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે આજથી ૨ વર્ષ પહેલા માથા પરની ટાલ દુર કરતી હેર ટ્રાસ્પ્લાન્ટ ટેકનોલોજીનો વર્કશોપ યોજાયો હતો. ઘણા લોકોએ સ્પર્શ ક્લીનીક ખાતે ડો. જયેશ સનારિયા પાસે સફળતાપૂર્વક હેર ટ્રાસ્પ્લાન્ટ કરાવી માથા પરની ટાલ દુર કરી જીવંત વાળને પ્રત્યારોપિત કરાવ્યા છે. ત્યારે ચહેરા પરની કાળાશ દુર કરતી તથા કુદરતી સૌંદર્ય બક્ષતી ક્યુ સ્વિચ લેસર ટેકનોલોજી અંગે મોરબી ખાતે યોજાયેલ વર્કશોપ એ સમગ્ર મોરબી માટે ગૌરવની બાબત છે. આગામી સમયમા મોરબી સ્પર્શ ક્લિનિક, એપલ હોસ્પીટલ ખાતે આ ટેકનોલોજી અંગે વિનામુલ્યે કેમ્પનુ આયોજન કરવામા આવશે તેમ ડો. જયેશ સનારીયાએ અંતમા જણાવ્યુ હતુ.