- text
ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતનાએ હતભાગી યુવતીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી
મોરબી : હૈદરાબાદની મહિલા તબીબ પર હેવાનીયતભર્યા કૃત્ય અચરવાના વિરોધમાં આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા મોરબી શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા લોકોએ જોડાઈને હતભાગી યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નરાધમોને કડક સજા આપવાની માંગ કરી હતી.
- text
હૈદરાબાદની તબીબી યુવતી પર દુષ્કર્મ ગુજારી ઘાતકી હત્યા કરવાના ધૃણાસ્પદ બનાવના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.વધુ એક મહિલા પર અત્યાચારનો બનાવથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે.ત્યારે મોરબીમાં આ હીંચકારા બનાવને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ હેવાનીયતભર્યા કૃત્યના વિરોધમાં આજે સાંજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર દરવાજાના ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા,શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી અને ઇન્ડિયન લાયન્સ કબલના ભાવેશભાઈ દોશી સહિતના અગ્રણીઓ અને લોકોએ મીણબત્તી પ્રગટાવીને બે મિનિટ મૌન પાળીને હતભાગી યુવતીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી તેમજ દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
- text