ત્રણ શખ્સો સામે મોરબી બી ડિવિજનમાં નોંધાઇ ફરિયાદ મોરબી : મોરબીના સામાકાંઠે નઝરબાગ ફિલ્ટર હાઉસ પાસે મચ્છુ નદીના ખાડામાં માછીમારી કરવા મામલે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ પાસેના ફિલ્ટર હાઉસ નજીક રહેતા અલ્પેશભાઈ અશોકભાઈ કુરિયા ઉ.વ.નામના યુવાને મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા લખમણભાઈ કરશનભાઇ કોળી અને બે અજાણ્યા શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ફરિયાદી યુવાન ગઈકાલે બોપરના સમયે નઝરબાગ નજીક ફિલ્ટર હાઉસ પાસે મચ્છુ નદીના માછીમારીના ખાડા પાસે હતો.તે સમયે આરોપીઓ ત્યાં આવીને મચ્છુ નદીના ખાડામાં માછીમારી કરવા મામલે ઝઘડો કરીને યુવાનને માર માર્યો હતો.બાદમાં આ બનાવની યુવાને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.