મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. આ સ્વચ્છતા અભિયાન સમિતિમાં 150થી વધુ સભ્યો જોડાયેલા છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે તા. 1 ડિસેમ્બરના રોજ રવિવારે સવારે 6-30 કલાકે સ્વામી નારાયણ મંદિર પાસે, GIDC, શનાળા રોડ ખાતે સફાઈ અભિયાન આદરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન સમિતિએ આ સફાઈ અભિયાનમાં સામેલ થવા માટે નગરજનોને આહવાન આપ્યું છે. વધુ વિગત માટે અથવા અભિયાનમાં જોડાવા માટે 97277 70271 તથા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.