મોરબી : મોરબી જિલ્લા મધ્યાહન ભોજન કર્મચારી એકતા મંચ દ્વારા આજે તા. 30 નવેમ્બરના રોજ વાંકાનેર મુકામે કર્મચારીનુ સ્નેહ મિલન સમારોહ યોજવામા આવેલ હતો. જેમા કર્મચારી એકતા મંચના કન્વીનર પિયુષ વ્યાસ તેમજ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોશી મહામંત્રી કે. કે. ઝાલા તથા ઉપપ્રમુખ જસવંત મહીડા તથા રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારિકા, જૂનાગઢ, પોરબંદર, મહેસાણા સહિતના જિલ્લામાથી બહોળી સંખ્યામા આગેવાનો હાજર રહેલ હતા. એમાં એકતા મંચના કન્વીનર પિયુષ વ્યાસ તેમજ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોશીએ મંડળ આગામી કાર્યક્રમમા સહકાર આપવા તેમજ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની મહા રેલીમા આ યોજનાના પડતર પ્રશ્નો જેવા કે વેતન વધારો અને એન. જી.ઓ. રદ કરવા માટેની મહારેલીમા વાંકાનેર તાલુકા તથા મોરબી જિલ્લામાથી બહોળી સંખ્યામા હાજરી આપવા વાંકાનેર તાલુકા પ્રમુખ કિશોરસિંહ ઝાલા મહામંત્રી કે. કે. ઝાલા બહાદુરસિંહ ઝાલા દ્વારા ખાતરી આપવામા આવી અને આગેવાનોની આભાર વિધિ વિપુલ કોટક દ્વારા કરવામાં આવી હતી. એવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.