મોરબી : સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલી ઇન્ડિયન લાયોનેસ ક્લબ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે પ્રખ્યાત છે. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગઈકાલે તા. 29 નવેમ્બરના રોજ એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે ડો. સાવતીબેન કાસુન્દ્રા દ્વારા વક્તવ્ય આપીંને માસિક ધર્મ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરવા માટે વિગતવાર સમજૂતી આપી વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, વાઇસ પ્રેસિડન્ટ ઘ્વાનીબેન મારશેટ્ટી, સેક્રેટરી મયુરીબેન કોટેચા સહિતના સભ્યો તેમજ એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ઉષાબેનએ જહેમત ઉઠાવી સાથ-સહકાર આપ્યો હતો.