હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમીના ભંગ બદલ દંડ ફટકાર્યો મોરબી : મોરબી જિલ્લામાં નવા ટ્રાફિકના કાયદાની કડક અમલવારી કરવામાં આવી રહી છે.જેમાં નવો ટ્રાફિકનો કાયદો લાગુ થયો ત્યારથી માંડીને અજ સુધીમાં 2474 કેસો કરીને રૂ. 14.30 નો આકરો દંડ વસુલવામાં આવ્યો છે. હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં 1 નવેમ્બરથી નવો ટ્રાફિકનો કડક કાયદો અમલમાં આવ્યો છે.ખાસ કરીને આ નવા ટ્રાફિકના કાયદામાં વાહન ચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તેને આકરો દંડ ફટકાવાની જોગવાઈ કરવામાં આવી છે.ત્યારે નવા સુધારેલા ટ્રાફિકના કાયદો લાગુ થતા મોરબી જિલ્લા સમગ્ર ટ્રાફિક શાખા દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે.જો કોઈ વાહન ચાલક હેલ્મેટ ન પહેર્યું હોય કે અન્ય ટ્રાફિકના નિયમોનો ભગ કરે તો તેને નવા ટ્રાફિકના કાયદા મુજબ દંડ ફટકારવામાં આવે છે.જેમાં તા.1 થી તા.27 સુધીમાં હેલ્મેટ કે લાયસન્સ ન હોય અને અન્ય ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર 2051 કેસ કરીને રૂ.8.74 લાખનો દંડ કરવામાં આવ્યો છે અને 197 વાહનો ડિટેઇન કર્યા છે.જેમાં રૂ.5.60નો દંડ કરવામાં આવ્યો છે.જ્યારે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા 67 ,નો પાર્કિગમાં વાહન પાર્ક કરનાર 129 અને પીધેલી હાલતમાં વાહન ચલાવતા 30 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 2474 કેસ કરીને રૂ.14.30 લાખનો દંડ કરવામાં આવ્યો છે.