મોરબી : ગઈકાલે તા. 28/11/2019 ગુરુવારના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતા વિવિધ પ્રકલ્પો પૈકી ત્રણ પ્રકલ્પની ઉપયોગી ત્રિવિધ માહિતી માટે સેમિનાર યોજાયો હતો. જેમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાંથી ડિસ્ટ્રીક કાઉન્સેલર પટેલ પિયુતાબેન, સખી વન સ્ટોપ સેન્ટરમાંથી પ્રમુખ પ્રવિણાબેન પંડ્યા તથા 181 - અભયમ મહિલા હેલ્પલાઇનમાંથી કાઉન્સિલર પિન્કીબેન ભટ્ટીએ વિદ્યાર્થીની બહેનોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. આ સેમિનારમાં કેવી કેવી સમસ્યા સમયે આ પ્રકલ્પનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે માહિતી અપાઈ તેમજ પોતાનું જીવન કેવી રીતે સરળ કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના સંચાલક કિશોરભાઈ તેમજ પ્રધાનાચાર્ય ગણેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.