વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની બે અલગ અલગ બનાવની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાઇ મોરબી : મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની બે અલગ અલગ બનાવની ફરિયાદ નોંધાઈ છે જેના એક બનાવમાં રવાપર રોડ પર રહેતા યુવાનને વ્યાજે રૂપિયા આપીને દશ શખ્સોએ તેની પાસેથી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી આપવાની ધમકી આપી હતી.બીજા બનાવમાં વાવડી રોડ પર રહેતા યુવાને એક શખ્સે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ પ્રથમ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મનોજભાઇ ઉર્ફે મુન્નાભાઇ કરમણભાઇ મિયાત્રા જાતે-આહીર ઉવ.-૪૨ ધંધો-ફેબ્રીકેશનનો રહે.રવાપર, સરદાર સોસાયટી, શેરી નં.-૨ મોરબી વાળાએ,મેણંદભાઇ ઉર્ફે જમાદાર, રાજુભાઇ લખુભાઇ ડાંગર,વિક્રમભાઇ રાયધનભાઇ બોરીચા,રમેશભાઇ બોરીચા,અર્જુનસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ ઝાલા, હેમુભાઇ કાનજીભાઇ જીલરીયા,રામભાઇ મોતીભાઇ બોરીચા રહે.ફડસર,હિરાભાઇ ઉર્ફે બાઘુભાઇ રબારી,ગોવીંદભાઇ ચાવડા, રાજુભાઇ વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી કે,આશરે છ એક વર્ષથી આજ દીન સુધી મોરબી કુબેરના નાલા પાસે તથા ફરીયાદીના રહેણાક મકાને રવાપર સરદાર સોસાયટી, શેરી નં.-૨ ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીએ પોતાના ધંધાના કામ માટે આરોપીઓ પાસેથી અલગ અલગ તારીખ સમયે અલગ અલગ રકમ અલગ અલગ વ્યાજ દરે લીધા હોય જે પોતે આર્થીક ભીંસના કારણે સમય મર્યાદામા નહી ચુકવી શકતા આરોપીઓ પોતે વ્યાજે રૂપીયા આપવાનું લાયસન્સ ન ધરાવતા હોવા છતા ફરીયાદીને વ્યાજે રૂપીયા આપી તેની પઠાણી ઉઘરાણી કરી જાનથીમારી નાખવાની ધમકી આપી હતી. બીજા બનાવમાં કિરીટભાઇ જશમતભાઇ સાણંદીયા જાતે-ઉવ-૪૧ રહે.મોરબી નંદનવન સોસાયટી વાવડી રોડ વાળાએ હસુભાઇ આહિર રહે.મોટા દહીસરા માળીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨/૧૦/૨૦૧૭ થી આજદીન સુધી મોરબી સુપર માર્કેટમા આવેલ અવધ ફાયનાન્સ નામની ઓફીસ ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીએ પોતાના ભાઇ લલીતભાઇના પત્નીની બીમારીની સારવાર કરાવવા માટે આરોપી પાસેથી અલગ અલગ બે વખતમા કુલ રૂપીયા દસ લાખ રૂપીયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા.આ રકમનું ફરીયાદીએ આરોપીને આજદીન સુધીમા કુલ રૂપીયા આઠ લાખ જેટલુ વ્યાજ ચુકવ્યુ હોવા છતા આરોપી વ્યાજનું વ્યાજ ગણી રૂપીયા દસ લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બન્ને બનાવમાં એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત શાહુકાર ધારાની કલમ-૩૪ તથા ઇ.પી.કો. કલમ-૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.