બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં ધણધણીને સુતા રાખીને તસ્કરો તેમના મકાનમાંથી રૂ.50 હજારના મુદામાલની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે.બી ડિવિઝન પોલીસે આ ચોરીની ઘટનાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રઘુભાઈ ઝંઝવાડિયા ઉ.વ.42 ગત તા.25ના રોજ રાત્રે પોતાના ઘરમાં સુતા હતા.ત્યારે તેમના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરધણીને સુતા રાખી તેમના મકાનના કબાટમાંથી રોકડ તથા દાગીના મળીને કુલ રૂ.50 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવની મકાન માલિકને જાણ થતાં તેમણે પોતાના ઘરમાંથી રૂ.50 હજારના મુદામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે બી ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે