મોરબી : રાજયમાં જુલાઇ-૨૦૧૮થી Intra-State Portability લાગુ થયેલ છે. તથા ઓગસ્ટ-૨૦૧૯થી ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે Intra-State Portability/National Level Portability લાગુ થયેલ છે. જે અંતર્ગત NFSA Act-2013 અંતર્ગત સમાવિષ્ટ લાભાર્થીઓ ગુજરાત રાજ્યમાં કોઇપણ જગ્યાએથી તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે તેમજ મહારાષ્ટ્રમાં વસતા અત્રેના લાભાર્થીઓ તથા ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના લાભાર્થીઓ પણ સ્થાનિક કક્ષાએ પોર્ટેબીલીટી અંતર્ગત અનાજનો જથ્થો મેળવી શકે છે. જે જાહેર જનતાએ જાણમાં લેવા જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી.પટેલની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.