મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સમર્પણ હોસ્પીટલ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો પકડાયા હતા. ગઈકાલે તા. 27 નવેમ્બરના રોજ સમર્પણ હોસ્પીટલ પાસેથી આરોપી શૈલેષભાઇ ગોકળભાઇ અને રજનીભાઇ ચંદુભાઇ રૂદાતલા પાસેથી મોટર સાઇકલ રજી નં. GJ-36-P-4714, કિ.રૂ. ૩૦,૦૦૦/- મા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ પાર્ટી સ્પેશ્યલ ડીલક્સ વ્હીસ્કી લખેલ કાચની કંપની શીલપેક ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨ કિ.રૂ. ૬૦૦/-ની બોટલ મેળવી હતી. તેમજ પોતાના કારખાનાની બહાર દરવાજા પાસે સંતાડેલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૩ કિ.રૂ. ૯૦૦/-ની રાખી હતી. આમ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કુલ કિ.રૂ. ૩૧,૫૦૦/- ના મુદામાલ સાથે બંને આરોપી સામે ગુનો નોંધી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.