- text
મોરબી : પાછલા થોડા દિવસોથી મોરબી પોલીસે શહેરમાં આડેધડ ઉભી રહેતી ખાણીપીણીની રેંકડીઓ હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે બુધવારે માળીયા ફાટક પાસે ઉભી રહેતી પાંચ નાસ્તાની રેંકડીઓ હટાવી ધંધાર્થીઓ સામે આઈ પી સી કલમ 283 મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
- text
પાછલા થોડા દિવસોથી મોરબી પોલીસે શહેરમાં ઉભી રહેતી ખાણીપીણીની રેંકડીઓ પર ઘોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. સામા કાંઠે આવેલા ગેંડા સર્કલ પાસે લગાતાર બે દિવસ સુધી રેંકડીઓ હટાવ્યા બાદ બુધવારે માળીયા ફાટક પાસે અડચણરૂપ એવી પાંચ રેંકડીધારકો સામે કાયદાનો દંડો ઉગામયો હતો. પોલીસે ખુદ ફરિયાદી બની આઈ પી સી કલમ 283 મુજબ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. પોલીસની કામગીરીથી રેંકડીધારકોમાં ધંધો ઝુંટવાઈ જવાના ડરે ફફડાટ વ્યાપી ગયો છે.
- text