મોરબી : રંગપર (બેલા) બેલા ગામમાં ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા એક યુવાન પર છરી વડે હુમલો કરી પાકીટ અને મોબાઈલની લૂંટ કરવામાં આવી હતી. 108 સેવાને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સારવાર આપીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઈકાલે ગત તા. 27 નવેમ્બરના રોજ રાત્રે 10 કલાકે રંગપર (બેલા) ગામમાં રહેતા ડ્રાઈવર સુનિલભાઈ વર્મા પર ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે પેટની ઉપરના ભાગે જમણી બાજુએ હુમલો કરી તેમના પાકીટ અને મોબાઈલ લૂંટી લીધા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ ઇમર્જન્સી સેવાના EMT - મનીષભાઈ આહીર અને પાયલોટ પ્રકાશ ઇશરાણી દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર માટે ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.